Skip to content
અમરેલી એલસીબી ટીમે ચલાલ પોલીસ સ્ટેશનના ઈંગોરળા ગામે પાદરમાં આવેલ તળાવના પાળા પાસેથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં છ શખ્સોને ઝડપી પાડી તેની સામે જુગારધારા તળે ધોરણસર તપાસ કરી ઝડપાયેલ શખ્સોને ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. ઝડપાયેલ શખ્સોમાં બાબાભાઈ દેવકુભાઈ જેબલીયા (ઉ.વ.૨૯), દેવકુભાઈ સામતભાઈ વાળા (ઉ.વ.૫૦), ખોડુભાઈ ભીખુભાઈ કોટીલા (ઉ.વ.૨૯, શૈલેષભાઈ દડુભાઈ વાળા (ઉ.વ.૨૯), ઉમેદભાઈ મંગળુભાઈ વાળા (ઉ.વ.૨૩), ભનુભાઈ અમરૂભાઈ વાળા (ઉ.વ.૪૨) રહે.બધા ઈંગોરળા હોવાનું સામે આવ્યું છે. આ શખ્સો પાસેથી રોકડા રૂ.૧૦,૩૯૦ તથા ગંજીપત્તાના પાના તથા મોબાઈલ ફોન નંગ ૬, કિંમત રૂ.૧૬,૫૦૦ તથા મોટર સાયકલ નંગ ૨ કિંમત રૂ.૬૦,૦૦૦ મળી કુલ રૂ.૮૬,૮૯૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી અમરેલીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ ડી.કે.વાઘેલા અને એલસીબી ટીમ દ્રારા કરવામાં આવેલ છે.