“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત કચ્છના ગામોમાં જનભાગીદારી સાથે સફાઇ કામગીરી કરાઇ
કચ્છના દરેક શહેરમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ વિવિધ જગ્યાઓએ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે શહેરો તથા ગ્રામ્યકક્ષાએ જાહેર મિલ્કત અને ગામને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લામાં માંડવી, ભચાઉ, નખત્રાણા અને રાપર નગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરની શેરી, કોમર્શિયલ વિસ્તાર, સર્કલ, ઉકરડા પોઇન્ટ, જાહેર માર્ગો વગેરે સ્થળે સઘન સફાઇ કામગીરી કરાઇ રહી છે. આ સાથે કનૈયાબે પંચાયત દ્વારા વિવિધ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા માટે જનજાગૃતિ કેળવાય તે માટે રચનાત્મક કાર્યો કરવામાં આવ્યા હતા.