નકલી વકીલ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિશે થયો મોટો ખુલાસો
બોગસ જજ અને નકલી વકીલ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિશે થયો મોટો ખુલાસો. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મોરીસ ક્રિશ્ચિયને ગુજરાત બાર કાઉન્સીલના રોલ પર નોંધાયેલ વકીલ જ નથી. અગાઉ મોરીસે બાર કાઉન્સીલમાં સનદ મેળવવા માટે જુલાઈ-2007માં અરજી કરેલ અને બાદમાં ગુજરાત બાર કાઉન્સીલે મોરીસે તેના પ્રમાણપત્રોમું વેરીફિકેશન કરાવેલું જેમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા પાસેથી ખરાઈ કરાવી હતી. જેમાં ખુદ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર-2007માં જણાવવામાં આવેલ કે, મોરીસ ક્રિશ્ચિયન સનદ મેળવવા માટેની લાયકાત કે યોગ્યતા ધરાવતા નથી. જાણવા મળી રહ્યું છે કે બાદમાં બાર કાઉન્સીલ તરફથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મોરીસ ક્રિશ્ચિયન વિરુદ્ધ ફરિયાદ પણ કરાવાઈ હતી, જેમાં કોર્ટે પોલીસ તપાસનો હુકમ કરતાં ક્રાઈમબ્રાન્ચને તપાસ પણ સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો કરવામાં આવેલ કે તેણે 2002માં અખિલ ભારતીય શિક્ષા સંસ્થા નવી દિલ્હી ખાતેથી એલએલબીની ડિગ્રી મેળવી હતી અને તે ઈન્ટરનેશનલ બાર કાઉન્સીલનો સભ્ય છેઅને બાદમાં બાર કાઉન્સીલે સ્પષ્ટ કર્યું કે મોરીસ ક્રિશ્ચિયન દેશના કોઈપણ રાજ્યની બાર કાઉન્સીલમાં સભ્ય નથી, અને તે ગુજરાતમાં પણ રોલ પર નોંધાયેલ વકીલ નથી.