ઉનાના કેસરિયા ગામે બાઈક સામસામે અથડાતા એક શખ્સ નું મૃત્યુ, એક શખ્સને ઈજા

ઉના-કોડીનાર નેશનલ હાઈવે રોડનું ફોરલેનનું કામ ચાલુ છે. અકસ્માત ઝોન બની ગયું છે. ઉના તાલુકાનાં મોટા ડેસર ગામના વિરજીભાઈ કાળાભાઈ બારૈયા ઉ.વ.૪૫ તથા લાખાભાઈ સલોત મોટર સાઈકલ ઉપર કોબ ગામે કુટુંબના બેસણામાં જતા હતા. ત્યારે એક મારૂતી મોટર કાર નંબર જીજે ૩૨ બી ૧૪૪૪નાં ચાલક પરેશ લાખજોગાએ ડબલ સવારીવાળાને હડફેટે લેતાં રસ્તા ઉપર પડી જતાં માથામાં, શરીરે ગંભીર ઈજા થતાં પ્રથમ ઉના વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ હતા. જયાં વિરજીભાઈ કાલાભાઈ બારૈયા રે.મોટા કેસરવાળાનું મૃત્યુ નીપજયું હતું. જયારે લાભાઈ સલોતની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બાબતે ઉના પોલીસમાં દિપકભાઈ રૈયાભાઈ બારૈયા રે.મોડા ડેસરવાળાએ ફરિયાદ લખાવતા પોલીસે મોટર કાર ચાલકને પકડવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *