મુંદ્રાની BSNLની બંધ ઓફિસના તાળાં તોડી 38 હજારના સામાનની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
મુંદ્રા ખાતે આવેલ બીએસએનએલની બંધ ઓફિસના તાળાં તોડી 38 હજારના સામાનની તસ્કરી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી મામલે બીએસએલએન કંપનીના જુનિયર ટેલિકોમ ઓફિસર જીયા ઉલ હક નૌશાદ મિયા બુખારી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 25-9ના સાંજથી બીજા દિવસની સવાર સુધીના સમયગાળામાં મુંદ્રા નદી નાકા નજીક સુખપર જવાના રસ્તા પર આવેલી બીએસએનએલની ઓફિસના તાળાં તોડી તેમાંથી બેટરી સેલ, કોપરની પ્લેટો, કોપર વાયર, રેકટીફાયર અને એ.સી.નું આઉટડોર યુનિટ એમ કુલ રૂા. 38,440ના માલ-સામાનની કોઇ અજાણ્યા ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.