અંજારમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ પકડાયો

અંજાર પોલીસે દારૂ અંગે દરોડો કરતાં વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો. જ્યારે આ ગુનામાં અન્ય બેનાં ખૂલતાં ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. આ નાગેની મળતી વિગતો અનુસાર સમાક્ષય ચંદ્રબલી મિશ્રા (રહે. શિવરામનગર અંજાર) ના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 18 કિંમત રૂ. 6,300 નો મુદામાલ લઈ આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ ગુનામાં પ્રદિપસિંહ નારૂભા જાડેજા (રહે. નાની ખેડોઇ) લાલુરામ બિશ્નોઇ (રહે.શિવરામનગર અંજાર)નું પણ નામ ખૂલતાં પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *