શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એસઆરએસના ગોડાઉનમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર ઇસમોને બિ ડિવિઝન પોલીસે રૂ. 10,690 રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ અંગે પીએસઓ પ્રદિપસિંહ ઝાલાએ વિગતો આપતા જણાવ્યુ હતું કે, પીઆઈ ડી.વી.રાણાના માર્ગદર્શન અનુસાર બિ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન કોન્સટેબલ જગદીશ સોલંકીને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એસઆરએસના ગોડાઉનમાં રેડ પાડતા ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગજારામ ધીસારામ મેઘવાળ, તારારામ હેમારામ મેઘવાળ,બાબુરામ શેશાજી મેઘવાળ અને રમેશ પાબુજી સાપેલાને રોકડા રૂ.10,690 સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર તપાસ કરી હતી. તપાસ હેડકોન્સ્ટેબલ ગલાલ પારગી કરી રહ્યા છે.