ભુજમાં વરલી મટકનો જુગાર રમાડતો ઈસમ પકડાયો

ભુજ : શહેરના સરપટનાકા નજીક વધુ એક વાર સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આરઆરસેલે દરોડો પાડ્યો હતો. જેમાં વરલી મટકાના કેસમાં તાજેતરમાં પકડાયેલા ઈસમ ઝડપાઇ ગયો હતો. સેલના હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે મોલુવારી મસ્જિદવાળી ગલીમાં અંદર વરલી મટકાનો જુગાર રમાડી રહેલા મામદ જુમા ગગડાને પકડી લેવાયો હતી. તેની પાસેથી રોકડ રૂ. 2,325 તથા 2 નંગ ફોન, કિંમત રૂ. 5,500 તથા એક્ટિવા સહિત કુલ રૂ. 37,825 નો મુદામાલ જપ્ત કરાયો હતો. ઈસમ વિરુધ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *