મતદાન અગાઉ મોદી મળ્યા માતા હિરાબાને, માતા પાસેથી મળી આ ગિફ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મતદાન કરતા આગાઉ પોતાની માતાના આશિર્વાદ લીધા છે. માતા હીરાબાએ મોદીને લાપસી ખવડાવી હતી. સાથે જ પાવાગઢના માતાજીની પ્રસાદીની ચૂંદડી પણ આપી હતી. મતદાન કરવા માટે ગઈકાલે રાતથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. રાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યા પછી આજે સવારે તેઓ રાયસણ ખાતેના વૃંદાવન બંગ્લોઝમાં રહેતા તેમના ભાઈને ત્યાં પહોંચ્યા હતા. તેમજ પોતાની માતાના આશિર્વાદ લીધા હતા. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 117 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ગુજરાતમાં આવી પહોંચ્યાં છે. મતદાન કર્યા પહેલા વડાપ્રધાન મોદીએ ગાંધીનગર ખાતે તેમના માતા હીરાબાના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને તેમના માતાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધાં હતાં. માતાના આશીર્વાદ લીધા બાદ વડાપ્રધાન મતદાન કરવા માટે રવાના થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *