મોરબીમાં બળજબરીથી પડાવી લીધેલ કારના ખોટા પુરાવાના આધારે ટ્રાન્સફર કરવા અરજી કરનારા વ્યાજખોર સહિત બે વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ

copy image

મોરબીમાં બળજબરીથી પડાવી લીધેલ કારના ખોટા પુરાવાના આધારે ટ્રાન્સફર કરવા અરજી કરનારા વ્યાજખોર સહિત બે સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીમાં રહેતા યુવાનના દીકરાને વ્યાજના ચક્રમાં ફસાવીને તેની એમજી હેક્ટર ગાડી પડાવી લેવામાં આવી હતી અને તે ગાડીમાં કારના અસલ આરસીબુક, વીમા પોલિસી, આધાર કાર્ડ વગેરે જરૂરી ડોક્યુમેન્ટની ફાઈલ હતી. જે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ખોટી સહી આરટીઓના ફોર્મમાં કરવામાં આવી હતી અને કારને ખોટા દસ્તાવેજો ને સાચા તરીકે આરટીઓમાં ઉપયોગ કરવામાં આવેલ હતો અને તેના આધારે ઓનલાઈન અરજી કરીને ગાડીમાં નામ ટ્રાન્સફર કરવા માટેની કામગીરી કરી હતી. જેનો રિપોર્ટ આરટીઓમાંથી મેળવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો અને હાલમાં બે શખ્સોની સામે યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.