વાંસદા તાલુકાનાં મીઢાબારી ગામે ટ્રેક્ટરે અડફેટે લેતા બાઇક ચાલકનું મૃત્યુ

વાંસદા તાલુકાના મીઢાબારી ગામના નિશાળ ફળિયા નજીક એક બાઇક ચાલક સાસરીમાંથી ઘર તરફ જઇ રહયો હતો. એ દરમિયાન એક ટ્રેકટરે અડફેટમાં લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયુ હતુ.
માહિતી અનુસાર વાંસદા ધરમપુર રસ્તા ઉપર આવેલા મીઢાબારી ગામના નિશાળ ફળિયા પાસેથી ખાંભલા ગામેથી વિનયભાઇ જમસુભાઇ મહાકાળ મોટર સાઈકલ નં જીજે-૨૧ બીબી-૯૪૫૩ ઉપર પત્ની રુતિબેન સાથે પોતાના ઘરે મિયાઝરી ગામે જઇ રહયા હતા એ દરમિયાન એક ટ્રેકટર નં જીજે-૧૫ યુ-૯૬૬૨ ના ચાલકે ટ્રેકટર પુરઝડપે હંકારી સાઇડ સિગનલ બતાવ્યા વગર જમણી સાઇડમાં અચાનક વાળી દેતા ટ્રેકટરની ટ્રોલીનો પાછલો ભાગ અથડાયો હતો આથી બાઇક સાથે નીચે પડતા બંનેને ગંભીર ઇજા થઈ હતી.વિનયભાઇ જમસુભાઇ મહાકાળને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા ધટના સ્થળે મૃત્યુ નીપજયુ હતુ. પત્ની રૂતીબેનને ૧૦૮ એમ્બુલન્સમાં કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા જયારે જેની ફરિયાદ સુરેશભાઇ જસુભાઇ મહાકાળ રહે.મીયાઝરી તા.ચીખલીએ વાંસદા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *