ગીરગઢડાના દ્રોણનો રહીમ મકરાણી પેરોલ રજા પૂર્ણ થયા બાદ નાસતો ફરતો પકડાયો

ગીરગઢડાના દ્રોણનો રંગમ મકરાણી પેરોલ રજા પૂર્ણ થયાં બાદ નાસતો ફરતો હોય પોલીસે ઝડપી પાડેલ છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સા. જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સા. ગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વેરાવળ વિભાગ-વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા ઇસમોને પકડવાની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને રોજ પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એન. અઘેરા તથા એ.એસ.આઇ. પ્રવિણભાઇ વલ્લભભાઇ તથા પો. હેડ કોન્સ. ઇલ્યાસભાઇ મહમદભાઇ તથા પો.હેડ કોન્સ. ધીરેન્દ્રસિંહ જસાભાઇ તથા પો.કોન્સ. કલ્પેશભાઇ કરશનભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પો.કોન્સ. મહશેભાઇ મેણાંદભાઇએ રીતેના ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના ડ્રાઇવર પો.કોન્સ. મહેશભાઇ મેણાંદભાઇને મળેલ બાતમી આધારે દ્રોણ ગામે ખોડિયાર માતાના મંદિર પાસેથી અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશન આઇ.પી.સી. કલમ મુજબના ગુન્હાના કામે સજા થયેલ હોય અને મજકુર પેરોલ ઉપર દ્રોણ ગામે આવેલ અને તેની પેરોલ રજા પુરી થયેલ હોવા છતા રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થયેલ ન હોય અને પેરોલ ઉપરથી નાસતા-ફરતા હોય જે ઈસમ રહીમ બાબુભાઇ બ્લોચ જાતે મકરાણી (ઉ.વ.૨૪,રહે. દ્રોણ ઢોરાશેરી તા. ગીર ગઢડા વાળાને સી.આર.પી.સી. કલમ આઇ મુજબ ધરપકડ કરી પકડી પાડી કાયદેસરની તપાસ કરી ધરી પોલીસ સ્ટેશનને સદરહું ઇસમો કબ્જો લેવા જાણ કરવામાં આવેલ છે. ડ્રાઇવ દરમ્યાન અમરેલી જિલ્લાના ધરી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા ઇસમોને પકડવામાં સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *