વડોદરા, વાઘોડીયા તાલુકાના લીમડા ગામ નજીક એસઓજી વડોદરાએ બાતમીના આધારે લીમડાથી મઢેલી જવાના રસ્તા પર પારૂલ કોલેજની સામે રસ્તા પર હાલ રમાઈ રહેલી આઈપીએલની ૨૦ ઓવરની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડે છે. જે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે લીમડાથી મઢેલી જવાના રસ્તા પર બાતમીવાળી જગ્યાએ જઈ ઈકો કારને કોર્ડન કરી દરોડો કરતા બે શખ્સો મોબાઇલ લાઇવ ટીવીમાં આઈપીએલ મેચ જાઈ મોબાઇલ ફોનમાં ગ્રાહકો પાસેથી સટ્ટો લખતા નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ તખતસિંહ રાઠોડ રહે ડી ૬ કમલાનગર સોસાયટી વાઘોડીયા હોવાનું જણાવેલ જેની પાસેથી ૪ મોબાઇલ તેમજ રોકડ રૂપિયા ૧૧,૭૧૦ મળી આવેલ તથા સલીમ હાસનભાઈ મન્સુરી રહે ઊંડાફળિયા વાઘોડીયાનો હોવાનું જણાવેલ જેની પાસેથી એક મોબાઇલ તેમજ રોકડ ૩૫૦ રૂપિયા મળી આવ્યા હતા. ઈકો કારની કિમત ૧,૫૦,૦૦૦ કુલ મળી ૧,૭૫,૫૬૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સટ્ટો બેટિંગનો વેપાર આગળ પોતે રાહિલ ઉર્ફે રાજા સતીષભાઈ જયસ્વાલ રહે જગદંબા ટોકીઝ પાસે વાઘોડીયાનાને લખાવતો હોવાનું જણાવ્યું હતું. રાહિલ ઉર્ફે રાજા હાજર ન મળતાં આ ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.