માળિયા હાટીનામાં વેપારીની નજર ચુકવીને દુકાનમાંથી સવા બે લાખ રોકડની તસ્કરી

માળિયા હાટીનામાં વેપારીની નજર ચુકવીને બે અજાણી સ્ત્રી દુકાનમાંથી રૂ. ર.૧ર લાખની રોકડ તસ્કરીને નાસી ગઇ હોવાનું પોલીસ દફતરે નોંધભાતા સનસની મચી ગઇ છે. આ અંગેની વિગતો એવી છે કે, માળિયા હાટીનાં ખાતે રહેતા અનાજ કરીયાણાનાં વેપારી લોહાણા પ્રકાશભાઇ દયાળજી રતનધાયરા (ઉ.વ. ૪૭) તેમની દુકાને હતાં ત્યારે બે અજાણી મહિલા ગ્રાહક બની ખરીદીનાં બહાને આવેલ અને વેપારી પ્રકાશ રતનધાયરાની નજર ચુકવીને દુકાનનાં થડા નજીક લાકડાનાં ઘોડામાં ટીંગાડેલ રૂ. ર,૧ર,૩૦૦ની રોકડ રકમ ભરેલું પાકીટ તસ્કરીને બંને મહિલા નાસી ગઇ હતી. આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં પોલીસને દાળમાં કંઇક કાળુ હોવાનું જણાયું હતું. વિશેષ તપાસ ઇનવે જમાદાર વાય. જે. કેશવાલા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *