દિવાળીના ધમધમાટ વચ્ચે અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો : અકસ્માતોમાં થતાં યુવાનોના મોતના કારણે અનેક ઘરોમાં છવાયું અંધારપટ

આ વર્ષે લોકોની દિવાળી આનંદભેર અને ઉલ્લાસભેર લાગી રહી છે ત્યારે કેટલાક ઘરોના દિવડા માર્ગ અકસ્માતોના કારણે પોતાના ઘરે પહોંચતા પહેલા જ ઓલાઈ જતાં હોવાના સમાચાર મળી રહ્યા છે. એક બાજુ તો દિવાળીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો થતો જઈ રહ્યો છે. આવા સમયે અમુક કુપાત્રો દિવાળીની મહેફિલ મનાવી રંગીન મિજાઝમાં ડ્રાઇવિંગ કરી જઈ રહ્યા હોય છે જેના કારણે અન્ય કોઈના ઘરમાં અંધારું લાવી દેતા હોય છે. આવા પાત્રો સામે કોઈ કદ કાર્યવાહી અનિવાર્ય છે તેમજ આ તહેવારોના ધમધમાટ વચ્ચે દારૂનો ધમધમાટ વધતો જણાઈ રહયો છે. શા માટે દારૂ વેચનારાઓની હીમત આટલા બધા ઊંચા સ્તરે પહોંચી જતી હોય છે કે એ સામાન્ય દિવસોથી પણ તહેવારના દિવસોમાં વધુ વેચાણ કરી રહ્યા છે…? શુ આ આપના દેશના યુવા ધન માટે યોગ્ય માર્ગ છે ખરો..? આ વર્ષે દિવાળીના શુભ પ્રસંગે આપણાં દેશમાં કેટલી રોનક છવાઈ રહી છે અયોધ્યામાં પ્રથમ દિવાળી ધામધુમથી ઉજવાઈ રહી છે ઉપરાંત ભારત અને ચીન વચ્ચેના સબંધો સારા બની રહ્યા છે ત્યારે આ આપણા દેશ માટે ગર્વની વાત છે. અને બીજી બાજુ આપણે આપણાં દેશના યુવાનોને આપણાં દેશના ભવિષ્યને માર્ગ અકસ્માતમાં ખોઈ રહ્યા છે. તો આપણાં દેશના જાગૃત નાગરીકોને અપીલ છે કે તમે વધુ જાગૃત બની આપણાં દેશના યુવા ધનને ગેર માર્ગ તરફ વળતાં પાછા વાળો, આપણાં દેશની યુવા પેઢી આપણાં દેશનું ભવિષ્ય છે ત્યારે આપણાં દેશના યુવાનોને પણ આ વાતની ગંભીરતાને સમજવાની જરૂર છે. HAAPY DIWALI SAFE DIWALI