જાફરાબાદના નવી જીકાદ્રી ગામે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા


અમરેલી પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાયની સુચના મુજબ એસઓજીના પીએસઆઈ આર.કે.કરમટા તથા ટીમ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીને રાહે હકિકત મળી હતી કે, નવી જીકાદ્રી ગામે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમે છે તેવી બાતમી મળતા દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી લીધા હતા. ઝડપાયેલા ઇસમોના નામ મહેશ ઉમ વ, ચંપુ ભાભલુ વ, દેવકુ રામ વ રહે. ત્રણેય જીકાદ્રી તથા નાસી ગયેલા આરોપીઓના નામ પ્રતાપ કાથડ વ, પરેશ માધા ભરવાડ અને બિચ્છુ રામ ખુમાણ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ.20,370 તથા ગંજીપાના તથા મોબાઈલ નંગ 1, બાઈક નંગ ત્રણ મળી કુલ રૂ.75,370ના મુદ્દામાલ સાથે દરોડા દરમ્યાન ઝડપાયેલ હોય તેની સામે ધોરણસરની તપાસ નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *