ભુજ શહેર વિસ્તારમાં અકસ્માત ઘટાડવા લાવવા માટે ભુજ શહેરમાં આવેલ તમામ રસ્તા પરના સ્પીડબ્રેકર ઉપર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ લગાડવાની કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજનાઓની માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ઇન્ચાર્જ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ ભુજ શહેર વિસ્તારમાં રાત્રી દરમ્યાન મોટર સાયકલથી પેટ્રોલીંગ કરેલ જે પેટ્રોલીંગ દરમ્યાન તેઓએ નિરીક્ષણ કરેલ કે, ભુજ શહેર વિસ્તારમાં આવેલ તમામ રસ્તા ઉપરના ઘણા સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા અને કેટઆઇઝ લાગેલ નથી જે અંગે તુરંત જ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ જે.ડી.સરવૈયાનાઓને જણાવેલ ભુજ શહેર વિસ્તારમાં આવેલ તમામ રસ્તા પર આવેલ સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા અને કેટઆઇઝ લગાડેલ નથી તે અંગે તુરંત જ સત્વરે સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા અને કેટઆઇઝ લગાડવા અંગેની કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે સુચના અનુસંધાને જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ જે.ડી.સરવૈયાનાઓને તા.૬/૧૧/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે થી રિલાયન્સ સર્કલ થી જયુબિલી સર્કલ સુધીના- ૧૪ સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં હવે (૧) પ્રિન્સ રેસીડેન્સી થી જયુબિલી સર્કલ સુધીના-૧૩ (૨) જયુબિલી સર્કલ થી બસ સ્ટેશન થી ખેંગાર પાર્ક થી મંગલમ ચાર રસ્તા સુધી- ૧૯ (૩) આર.ટી.ઓ સર્કલ થી આત્મારામ સર્કલ થી રેલ્વે સ્ટેશન રોડ થી છાત્રીસ કવાર્ટસ થી પ્રિન્સ રેસીડેન્સી સુધી-૧૬ (૪) રિલાયન્સ સર્કલ થી પ્રિન્સ રેસીડેન્સી સુધી-૭ (૫) રિલાયન્સ સર્કલ થી કચ્છ યુનિવસીટી સુધી-૯ આમ કુલ ભુજ શહેર વિસ્તારમાં કુલ-૬૪ સ્પીડબ્રેકર ઉપર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ લગાડવાની કામગીરી દિન-૭ માં પૂર્ણ કરવામાં આવશે આમ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ઇન્ચાર્જ પશ્વિમ કચ્છ-ભુજનાઓની સુચના મુજબ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ જે.ડી.સરવૈયા તથા તેઓની ટીમ દ્વારા આ ઉદમા કામગીરી કરી ભુજ શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા તથા રાત્રીના સમયે ભુજ શહેર વિસ્તારમાં પસાર થતા વાહન ચાલકોને સરળતાથી સ્પીડબ્રેકર ઉપર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ દેખાઇ શકે જેથી તેઓ સારી રીતે પોતાના વાહન ડ્રાઇવીંગ કરી શકે અને પરિણામ સ્વરૂપે અકસ્માત નિવારી શકાય તે માટે ઉપરોકત કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે.