CID ક્રાઇમ દ્રારા રિમાન્ડ હેઠળના જયંતી ભાનુશાલી હત્યા કેસના આરોપી જયંતી ડુમરાવાળા સામે 7.82 કરોડના બેંક ફોડનો આરોપ : અન્ય લોનો અંગે વધુ ખુલાસા થવાની શક્યતા

રાજકીય આગેવાન જયંતિ ઠક્કર ઉર્ફે જયંતી ડુમરાવાળા સામે 7.82 કરોડના બેંક ફોડનો આરોપ. દરમ્યાન CID ક્રાઇમે કીર્તિસિંહ જાડેજાની ફરિયાદના આધાર પર કીર્તિસિંહના માતાના કિસ્સામાં કુલ 7.82 લાખના લોન કૌભાંડની ફરિયાદ નોધી છે. સૂત્રો દ્રારા પ્રાપ્ત વિગતો અનુસાર અન્ય બેંકોમાંથી પણ લાખો રૂપિયાની લોન લેવાઈ હોવાનો જાણવા મળેલ ત્યારે આ સમગ્ર બાબતે ધ્યાને લેતા CID ક્રાઇમે 7.82 કરોડની લોનમાં બેંક ફોડના મામલે મુંબઇના ભદ્રેશ વશંતરાય મહેતા તેમના પત્ની હિનાબેન પુત્ર પાર્થ મહેતા ટ્રેડિંગ કોર્પોરેશન ઉપરાંત નવી મુંબઇ વાશીના વ્યાપારી કમલેશ ઠક્કર અને કચ્છના રાજકીય આગેવાન જયંતી ઠક્કર ઉર્ફે જયંતી ડુમરાવાળાની સામે ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. જેમાં જયંતિ ડુમરાવાળા હાલમાં ભાજપ નેતા જયંતી ભાનુશાલીના હત્યા કેસમાં CID ક્રાઇમ દ્રારા રિમાન્ડ હેઠળ છે. રિમાન્ડ પૂરા થયા બાદ ફરી આ બેંક ફોડ અંગે નોંધાવાયેલ ફરિયાદ અનુસંધાને જયંતી દુમરાવાળા CID ક્રાઇમ દ્રારા કરી ધરપકડ થઈ શકે છે.             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *