જૂનાગઢમાં વૈભવી કારમાં વિદેશી દારૂ, 3.93 લાખ રોકડ સાથે પકડાયેલા બંને સામે ગુનો નોંધાયો

જૂનાગઢમાં મતદાન દરમ્યાન કારમાંથી દારૂની બોટલો અને 3.50 લાખની રકમ સાથે બે ઇસમોની ધરપકડ કરી ધોરણસરની તપાસ કરવાના બનાવે ચકચાર મચાવી છે. સવારના અરસામાં સરદાર ચોક સર્કલ નજીકથી વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે બ્રેઝા કાર નં.બર જીજે 11 બીઆર 6264ની શંકાસ્પદ હાલતમાં નજરે ચડતા કરેલી ધરપકડ અને તપાસમાં કારમાંથી રવિરાજ અતુલ વ્યાસ અને સંજય ઉર્ફે બાડીયો દુલા સોલંકી રૂ.600ની વિદેશી દારૂની બોટલ એક અને રવિરાજ વ્યાસની અંગઝડતી દરમ્યાન તેની પાસેથી રૂ.3,31,000ની રોકડ તથા સંજય સોલંકી પાસેથી 62,220ની રોકડ તથા 7 હજારનો મોબાઈલ અને 3 લાખની કાર મળી કુલ રૂ.7,00,420ની મત્તા સાથે પકડી પાડી બંને ઇસમો વિરૂધ્ધ દાબંધીની કલમ અન્વયે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *