ભચાઉ ખાતે આવેલ ગોકળ ગામમાં ટેન્કરે હડફેટમાં લેતાં 20 વર્ષીય યુવાનનું મોત
copy image
ભચાઉ ખાતે આવેલ ગોકળ ગામમાં ટેન્કરે હડફેટમાં લેતાં 20 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ ગોકળ ગામમાં રહેનાર ઉમંગ નામનો યુવાન બાઇક લને પ્લાસ્ટીન ઇન્ડિયા કંપનીમાં કામ અર્થે ગયેલ હતો ત્યાથી ગત તા. 29-10ના સવારે તે પરત ઘરે જઈ રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, હતભાગી યુવાન નંદ ગામથી યશોદાધામ વચ્ચે કંપની સામેના સર્વિસ રોડ પર બાઈકથી જઇ રહ્યો હતો તે દરમ્યાન સામેથી આવતા ટેન્કરએ તેને હડફેટમાં લેતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત નિજપ્યું હતું. આ મામલે ટેન્કરના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.