મુંબઇ : બે પિસ્તોલ અને કારતૂસો સાથે ખાર રેલવે સ્ટેશન પાસેથી શખ્સની અટકાયત કરવામાં આવી હતી. ખાર પોલીસે ઝડપી પાડેલા શખ્સની ઓળખ ચેતન ચંદુ પટેલ તરીકે થઈ હતી. ઘાતક શસ્ત્રો સાથે શખ્સને સ્ટેશન પાસેની મારૂતિ ગલી નજીક આવવાનો હોવાની વિગતો ખાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર દયા નાયકને મળી હતી. વિગતોને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ જણાવેલા પટેલને તાબામાં લેવાયો હતો. તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ અને છ કારતૂસ મળી આવી હતી.