સુરત, ખટોદરા બેઠી કોલોની સાર કોમ્પ્લેક્ષની સામે આવેલ એસ. કે.એન્ટપ્રાઇઝની દુકાનને મોદી રાત્રિના અરસામાં ચાર બાઇક પર આવેલા છ અજાણ્યાઓએ ટાર્ગેટ બનાવી દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રોકડા 11,000, કાજુ અને અખરોટના કાર્ટુન મળી કુલ રૂપિયા 3,91 લાખની મતાની તસ્કરી કરી નાશી છૂટયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવીફૂટેજના આધારે કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે. સલાબતપુરા કુત્બીવાડી ખાતે રહેતા મોહમદ શબ્બીર હાલાઈ ખટોદરા કોલોની સાર કોમ્પ્લેક્ષની સામે એસ. કે એન્ટપ્રાઇઝના નામે દુકાન ધરાવે છે. મોહમંદ શબ્બીરની દુકાનને ગત રાત્રિના અરસામાં તસ્કરોએ નિશાન બનાવી હતી. ચાર બાઇક પર આવેલા છ જેટલા અજાણ્યાઓએ દુકાનના દરવાજાને મારેલું તાળું કોઈ સાધનથી તોડી અંદર ઘૂસ્યા હતા અને કાઉ ન્ટરના ટેબલના ખાનામાં મૂકેલા રોકડા 11,000 અને દુકાનની અંદરના ગોડાઉનમાંથી 20 કિલોના 25 કાર્ટુન કાજુ અને 11 કિલોગ્રામના 6 કાર્ટુન મળી કુલ રૂપિયા 3,91,950 ના મતાની તસ્કરી કરી નાસી છૂટયા હતા. મોહમંદ શબ્બીર સાવર્ણા અરસામાં દુકાન ખોલવા માટે ગયા ત્યારે તસ્કરી થઈ હોવાની ખબર પડતાં પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરતાં સારા કોમ્પ્લેક્ષના કેમેરામાં છઅજાણ્યાઓ ચાર બાઇક પર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.