Crime ભાભરમાં દાગીના અને રોકડ સહીત ૧૮ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે બે સગીર સહીત ચાર ઈસમને જેલ હવાલે કર્યા 6 years ago Kutch Care News બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે બનાસકાંઠાના ભાભર ખાતે મોડી સાંજના અરસામાં લૂંટની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. ભાભર ખાતે સોના ચાંદીનો વેપાર કરતા વેપારી પાસેથી શમી સાંજના અરસામાં સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ થતાં ભાભરમાં ચકચાર મચી ગઇ હતી. જોકે પોલીસે આ લૂંટ કેસનો ભેદ ઉકેલી દીધા બાદ પોલીસે આ લૂંટકેસના શખ્સોને આજે મીડિયા સમક્ષ રજુ કરી આ કેસની સનસનીખેજ વિગતો રજૂ કરી હતી. આ ચકચારી ઘટનાની વિગતો કઈક એવી છે કે ભાભરની સોની બજારમાં સોના-ચાંદીની દુકાન ધરાવતા સગાળચંદ ધારશીભાઇ ઠક્કર ગત સાંજના અરસામાં નિત્ય નિયમ અનુસાર દુકાન વધાવી ઘર તરફ જઈ રહ્યા હતા એ વખતે ભાભરના આઝાદ ચોક નજીક ડબલ સવારીમાં આવેલા બાઇક સવારો સગાળચંદ ઠક્કર પાસથી સોના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત આશરે ૧૮ લાખનો મુદ્દામાલ ભરેલ થેલાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાથી ચોંકી ઉઠેલા પીડિત વેપારીએ બૂમાબૂમ કરી મુકી હતી પરંતુ આઝાદ ચોકમાં સાંજના અરસામાં લોકોની અવરજવર ઓછી હોઇ લોકો ભેગા થાય તે પૂર્વે જ લુટારૂંઓ બાઇક લઇ નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં આ અંગે ભાભર પોલીસને જાણ કરાઇ હતી. દરમ્યાન, ચૂંટણીના માહોલમાં ભાભર ખાતે સમી સાંજે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલની સૂચના અને દિયોદરના ડીવાયએસપી પી.એચ.ચૌધરી તેમજ સર્કલ પીઆઇ મિશ્રાના માર્ગદર્શન હેઠળ ભાભરના પીએસઆઇ એ.એસ.રબારીએ તેમની ટીમ સાથે તુરંત નાકાબંધી કરાવી શખ્સોને પકડી લેવાના પ્રયાસો હાથ ધરતા આ લૂંટકેસમાં સંડોવાયેલા ભાભરના નવા માઢ વિસ્તારનો વાસુભા મેરુજી રાઠોડ અને લુદરિયાવાસ વિસ્તારનો મુકેશ મગનજી ઠાકોર નામના બે ઇસમો પોલીસના હાથે પકડાઈ ગયા હતા. દરમ્યાન આ ઇસમોની તલાશી લેવાતા તેમની પાસેથી લૂંટમાં ગયેલ ૧૮,૨૮,૪૫૦ રૂપિયાની કિંમતના સોનાના તેમજ ૩૨,૭૨૩ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના ઉપરાંત ૭૦,૪૦૦ રૂપિયાની રોકડ રકમ તેમજ ૮૦ હજાર રૂપિયાની કિંમતનું પલ્સર બાઇક મળી કુલ ૨૦,૧૧,૫૭૩ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને આ ઇસમોએ લૂંટના ગુન્હાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પણ કરી લેતા આ બંને ઇસમોને જેલના હવાલે કરી દેવાયા હતા. ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી દઈ મોટી સફળતા મેળવી હતી. જોકે બાદમાં પોલીસ મતદાન પ્રક્રિયાના બંદોબસ્તમાં વ્યસ્ત બની ગયા બાદ આજે આ બંને ઇસમોને પાલનપુર લાવી જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજુ કરાયા હતા. આ ઇસમોને આજે પાલનપુર લવાયા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં દિયોદરના ડીવાયએસપી પી.એચ.ચૌધરીએ આ લૂંટ કેસની સિલસીલાબંધ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે ઘટના સ્થળ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે શખ્સો સુધી પહોંચી ગણતરીના કલાકોમાં જ લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલી દઈ મુદ્દામાલ સાથે બે ઈસમને પકડી લેવામાં પોલીસને સફળતા મળ્યા બાદ આ શખ્સો અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કેમ તે જાણવા ઊંડી કાર્યવાહી હાથ ધરાઈ છે. Continue Reading Previous સલાબતપુરામાં એસ. કે એન્ટપ્રાઇઝની દુકાનમાંથી 3.91 લાખની મતાની તસ્કરીNext બી ડિવિઝન પોલીસે દ્રારા ભવાની હોટલ નજીક કુલ 2,50 લાખનો અંગ્રેજી શરાબ ઝડપાયો More Stories Breaking News Crime Kutch ભારતનગરમાં સોનલનગરના બંધ મકાનમાંથી દાગીના તેમજ રોકડ સહિત કુલ 2 લાખની તસ્કરી થતાં ચકચાર 15 hours ago Kutch Care News Breaking News Crime Kutch સગીરાની છેડતી કરનાર યુવાનના પિતાએ દીકરાને સમજાવવાના બદલે ફરિયાદી પરીવાર સાથે જ કર્યો ઝગડો : પિતા-પુત્રને કરાયા જેલના હવાલે 15 hours ago Kutch Care News Breaking News Crime Kutch ટક્કર માર્યા બાદ કારચાલક પર હુમલો 18 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.