બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ભવાની હોટલ પાછળના ભાગે રેલવે ફાટકની આગળ બે ઈસમ જુપીટર ગાડી પર અંગ્રેજી શરાબની બોટલો લઈ ઉભેલ છે. તેના પરથી રેડ પાડતા આ ઇસમોને ઝડપી પાડીને તેમની પાસેથી અંગ્રેજી શરાબની બોટલો જપ્ત કરવામાં આવી હતી. સોમવીરગીરી નિરંજનગીરી અને સોનુપુરી રામકુમાર ને ઝડપી પાડ્યા હતા. આ ઇસમો પાસેથી કુલ 2,50 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.