કંડારી ગામ પાસે આઇશર ટેમ્પો ટ્રેક્ટર પાછળ ઘુસી જતા એકનું કરૂણ મૃત્યુ

નેશનલ હાઇવે પર આવેલા કરજણના કંડારી ગામ પાસે વહેલી સવારના અરસામાં વડોદરાથી પાણીનું ટેન્કર ટ્રેક્ટર નંબર જીજે એચ ૭૭૩૪ લઈ કરજણ તરફ આવી રહેલા ગીરધારી જયનારાયણ ઉપાધ્યાય રહે. અલ્તવા તા.મકરાણા જિ. નાગોર રાજસ્થાન, શિવરાજસિંહ કેશવસિંગ ગુજ્જર રહે નયાગામ તા. વિજયપુર જિ. શિયાપુર એમ પી તેમજ ચાલક જીતેન્દ્ર રાધેશ્યામ પંચારીયા રહે. અલ્તવા તા. મકરાણા જિ. નાગૌરનાઓના ટ્રેક્ટર પાછળ ચાલી રહેલા આઇસર ટ્રક નંબર જીજે ૧૫ એટી ૭૪૪૪ના ચાલકે ટેન્કર ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેકટર પલટી ખાઇ ગયુ હતું. ટ્રેક્ટરમાં બેઠેલા ગીરધારી તથા શિવરાજસિંહ તથા ટ્રેક્ટર ચાલક જીતેન્દ્ર ટ્રેક્ટરમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા હતા. ફંગોળાઈ ગયેલા ગીરધારી નામનો ઇસમ ટેન્કર ટ્રેક્ટર નીચે દબાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજવા પામ્યું હતું જ્યારે અન્ય બે નો આબાદ બચાવ થવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક ગીરધારીના મૃતદેહને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. અકસ્માત સંદર્ભે જિતેન્દ્ર રાધેશ્યામ પંચારીયાએ આઇસર ચાલક વિરૂદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *