Skip to content
ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસોને બાતમી રાહે હકિકત મળેલ કે, બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનનાં ગુન્હાના કામે નાસતો ફરતો શખ્સ જીલેશભાઇ ઉર્ફે જીલુભાઇ મેઘાભાઇ રાતડીયા રહેવાસી-સુરેન્દ્રનગર વાળો જે હકિકત આધારે સ્ટાફના માણસો સુરેન્દ્રનગર ખાતે જઇ તપાસ કરતા શખ્સ જીલેશભાઇ ઉર્ફે જીલુભાઇ મેઘાભાઇ રાતડીયા-ભરવાડ ઉ.વ.૩૯ રહેવાસી જયગોપાલ સોસાયટી, દાલમીલ રોડ સુરેન્દ્રનગર વાળાને મલ્હાર ચોકમાંથી પકડી પાડી શખ્સ વિરૂધ્ધ કાયદેસર તપાસ કરી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.