ભુજ : ભચાઉ તાલુકાના નવી મોટી ચિરઈ ગામના રહેણાંક મકાનમાંથી પૂર્વ કચ્છ એલ.સી.બી.એે ભારતીય બનાવટના વિદેશી શરાબરની ૧૦ નંગ બોટલ પકડી પાડી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર નવી મોટી ચિરઈ ગામે એલ.સી.બી.એ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. ગત રાત્રિના અરસામાં નવી મોટી ચિરઈમાં રહેતા શખ્સ હકુભા કરશનજી જાડેજાના મકાનમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૩,પ૦૦ની ૧૦ નંગ બોટલ જપ્ત કરી હતી. દરોડા દરમિયાન શખ્સ હાજર ન મળતા એલસીબી દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવાયો છે. જેની કાર્યવાહી પીએસઆઈ એ.કે. મકવાણા ચલાવી રહ્યા છે.