પેરોલ જમ્પનો થાનગઢનો શખ્સ ચોરાઉ મોટર સાયકલ સાથે પકડાયો

વઢવાણ ધોળીપોળ ખાતે બારી રસ્તો ઉપરથી થાનગઢ પોલીસ સ્ટેશન.ફસ્ટ ગુરન ૨૯/૧૭ ઇ.પી.કો. કલમ મુજબના કામે પેરોલ જમ્પ શખ્સ નરેશભાઇ ઉર્ફે પપ્પુ સન-ઓફ ભવાનભાઇ પુંજાભાઇ અધારા (અનુજાતિ) ઉવ.૩૬ રહે.થાનગઢ, આંબેડકરનગર-૧, શીતળા માતાજીના મંદિર સામે, જુનો વણકરવાસ તા.થાનગઢ વાળાએ તસ્કરી કે છળકપટથી મેળવેલ એક કાળા કલરનું લાલ વાદળી પટ્ટા વાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જીજે ૧૩ એકે ૪૦૫૮ કિંમત રૂ.૫૦,૦૦૦ તથા કાળા કલરનો માઇક્રોમેકસ કંપનીનો મોબાઇલ ફોન કિંમત ૫૦૦ના મુદામાલ સાથે મળી આવતા મજકૂર શખ્સની પુછપરછ કરતા આજથી છ દિવસ પહેલા રાત્રીના અરસામાં થાનગઢ, આંબેડકરનગર-૪માંથી એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જીજે ૧૩ એકે ૪૦૫૮ની તસ્કરી કરેલાની કબુલાત કરેલ છે. આમ થાનગઢ પોલીસ સ્ટેશન.ફસ્ટ ગુરન ૨૫/૧૯ ઇ.પી.કો.કલમ મુજબનો મોટર સાયકલ તસ્કરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે. તેમજ મજકૂર શખ્સ હાઇકોર્ટમાંથી સાત દિવસના પેરોલ રજા મંજુર કરી થાનગઢ પોલીસ સ્ટેશન.ફસ્ટ ગુરન ૨૯/૧૭ ઇ.પી.કો.કલમ મુજબના ગુનામાં ૨૦ દિવસથી પેરોલ જમ્પ હતો. ડી.એમ.ઢોલ પો.ઇન્સ.એલ.સી.બી. સુ.નગરનાઓના સીધા સુપરવિઝન હેઠળ એલ.સી.બી.ટીમના વી.આર.જાડેજા પોલીસ સબ ઇન્સ. તથા એ.એસ.આઇ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા હેડ કોન્સ.જુવાનસિંહ મનુભા તથા હીતેશભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ.દીલીપભાઇ ભુપતભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અમરકુમાર કનુભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસિહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહએ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોર-મુદામાલ શોધી કાઢી મોટર સાયકલ તસ્કરીનો નો અનડીટેકટ ગુન્હો શોધી કાઢી, પેરોલ જમ્પ શખ્સને ઝડપી પાડી સફળ કામગીરી કરેલ છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *