દેશી બનાવટની બે પિસ્તોલ તેમજ કારટીઝ સાથે પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યો છે. ખેતી કામ કરતા લખુભાઈ કટારા નામના ઈસમને રાજકોટ ગ્રામ્ય પોલીસે ભોળા ગામમાંથી પકડી પાડ્યો છે. તેની પાસેથી પોલીસે બે પિસ્તોલ તેમજ ૪ કાર્તિઝ જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં તેને રેતીની લીઝ રાખવા અંગે તેમજ જમીન મકાન બાબતે અવારનવાર કુટુંબીક ભાઈઓ સાથે ઝઘડો ચાલતો હોઈ માટે આ ગેરકાયદેસર હથિયાર લાવ્યા હોવાની કબૂલાત આપી છે. હાલ વધુ કાર્યવાહી રૂલર એસપી બલરામ મીણાની રાહબરીમાં પોલીસ ટીમ ચલાવી રહી છે.