મોટા અંગીયાના ક્રિકેટ મેદાન નજીક ક્રિકેટ નહીં ધાણીપાસાનો જુગાર રમતા આઠ શખ્સો પકડાયા

ભુજ હાલ આઈપીએલની સિઝન જામી હોવાથી ચારોતરફ ક્રિકેટનો જ્વર છે ત્યારે નખત્રાણા તાલુકાનાં મોટા અંગીયાના ક્રિકેટ મેદાન નજીક આઠ શખ્સોને પોલીસે પકડી પાડ્યા અને એક નાસી છૂટ્યો હતો, કારણ કે આ શખ્સો ક્રિકેટ નહીં પરંતુ ધાણીપાસા વડે હાર-જીતનો જુગાર રમતા હતા.નખત્રાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજેના અરસામાં મોટા  અંગીયાના ક્રિકેટ મેદાન નજીક જિતેન્દ્રભાઈ ખીમજીભાઈ ગરવા (નવાનગર), નથુ ભિમા રબારી (મોટા અંગીયા),બિપિન પુનાભાઇ ગરવા (નખત્રાણા), કિશોર બાબુલાલ ચાવડા (નવાનગર),વિપુલ મહેશભાઇ ગોર (મોટા અંગીયા), રતિલાલ હિરાલાલ  ચૌહાણ (નખત્રાણા), રાજેશ કેશવજી સોની (માનકુવા), સુરેશભાઇ શંકરલાલ સોની (મોટા અંગીયા) તથા આરીફ રાઠોડ (નવાનગર) ધાણીપાસા વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે રેડ પડતાં આઠ શખ્સોને પકડી પાડ્યા હતા અને એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે રોકડ રૂ.15900 અને મુદામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી તપાસ ધરી હતી.   



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *