ગળપાદરમાં મકાન મુદ્દે ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજાની છાતીમાં છરી ભોંકી

kisspng-stabbing-crime-murder-death-psycho-stab-5ae82c47542fc9.9349171915251651273448

copy image

copy image

ગાંધીધામ ખાતે આવલે ગળપાદરમાં મકાન, મિલક્ત મુદે્ ઉશ્કેરાયેલા કાકાએ પોતાના ભત્રીજા પર છરી વડે હુમલો કરી તેનું મોત નીપજવ્યું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગળપાદરના બસ સ્ટોપ નજીક આ હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. હતભાગી યુવાન દીપક એ કાનજી રાજા લોખિલના મકાન રહેતો હતો. આરોપી શકશે મકાન ખાલી કરવા દીપકને એક મહિનાનો સમય આપેલ હતો. ત્યારે આ સમયગાળા દરમ્યાન આ યુવાને મકાન ખાલી ન કરતા ગામના બસ સ્ટેન્ડ પાસે બંને ભેગા થયા હતા. તે સમયે ઉશ્કેરાયેલા કાકાએ યુવાનની છાતીમાં છરી ભોંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા  સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું. પરિણામે બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવેલ હતી પરંતુ હાલના સમય સુધી આ બનાવ અંગે કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.