ભુજ તાલુકાનાં મોટા રેહા ગામ પાસે અંગ્રેજી પ્રકારની ભારતીય બનાવટની શરાબની બોટલ નંગ-૨૧ પોલીસે પકડી પાડી છે. શખ્સ બાઇક મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર શખ્સ મોટા રેહાના મહેશસિંહ રાણુભા જાડેજા બાઇક પર શરાબ લઈને જઈ રહયો હતો. ત્યારે પોલીસે પડકારતા તે નાસી ગયો હતો. પોલીસે શરાબની બોટલ નંગ ૨૭ જેની કિંમત અંદાજે રૂ.૭૩૫૦ તથા બાઇક જપ્ત લઈ પદ્રર પોલીસે ગુનો દાખલ કરી તપાસ ધરી છે.