Skip to content
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને બી ડીવીઝન પોલીસની ટીમેં ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જીલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસના પરેશભાઈ પરમાર, કે વી ચાવડા, કે જી ગઢવી, એ પી જાડેજા, ભાનુભાઈ બાલાસરા, અર્જુનસિંહ ઝાલા, વનરાજભાઈ ચાવડા, રમેશભાઈ મિયાત્રા, મુકેશભાઈ જીલરીયા અને ભગીરથભાઈ લોખીલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પંકજ ઉર્ફે પંકલો બાબુભાઈ બામનીયા (ઉ.વ.૨૯) રહે પંચાસર રોડ મોરબી મૂળ એમપી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.