સુખપરમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરી કરનારા બે ઇસમો પકડાયા

ભુજ તાલુકાનાં સુખપર ગામે જ્યેન્દ્રસિંહ નટુભા ઝાલાના બંધ મકાનના તાળાં તોડીને તેમાથી તસ્કરી કરનારા બે ઇસમો માંડવીના અસગરઅલી ઉર્ફે ગજની ઓસમાણગની મીંયાણા અને સુખપરના મનોજ પરમારને પોલીસે પકડી પાડ્યા હતા. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી અનુસાર સુખપર ગામે જુનાવાસ નવી વાડી વિસ્તારમાં રહેતા જયેન્દ્રસિંહ ઝાલાના બંધ ઘરના તાળાં તોડીને તેમાથી ગત સોમવારે સવારના અરસામાં ચાંદીનું નાળિયેર અને પરચુરણ રોકડ રકમની તસ્કરી થઈ હતી. આ મામલાની કાર્યવાહી દરમ્યાન માનકુવા પોલસે તસ્કરી કરવાના આરોપસર માંડવીના અસગરઅલી ઉર્ફે ગજની મીંયાણા અને સુખપરના મનોજ પરમારની અટકાયત કરીને તસ્કરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.આ બંનેની વધુ પૂછતાછ માટે તેમની  રિમાન્ડ મેળવવા માટેની તપાસ હાથ ધરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *