ભરૂચ LCB એ અંકલેશ્વરથી સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે શખ્સોને પકડી પાડ્યા
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર જીન ફળિયામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા શખ્સોને પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટિમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના એસ.ટી ડેપો સામે આવેલ જીન ફળિયામાં કેટલાક શખ્સો સટ્ટા બેટિંગનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે રેડ પાડતા શખ્સોમાં નાસભાગ મચી હતી પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.પાંચ હજારના મુદામાલ સાથે કલ્પેશ રામસિંગ વસાવા અને બાબુભાઇ દેવજીભાઇ વસાવાને પકડી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.