સેંથળી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શંકુની અટક સેંથળી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શંકુની અટક

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી થાય તે અંગેની સુચના કરવામાં આવેલ હોય જે બાબતે એલ.સી.બી. બોટાદના પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામીની સુચના મુજબ એલ.સી.બી.ના હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરીને મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ. ભગવાનભાઇ શામળાભાઇ ખાંભલા, હેડ કોન્સ. લક્ષ્‍મણદેવસિંહ ચુડાસમા, પો.કો. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા, હેડ કોન્સ. વનરાજભાઇ વિશૂભાઇ બોરીચા, તરૂણભાઇ દાદુભાઇ ખોડીયા, પો.કોન્સ. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ, પો.કોન્સ.બળદેવસિંહ ફતેસિંહ લીંબોલાએ બોટાદમાં રહેતા હિરેનભાઇ ગોવીદભાઇ પરમાર પોતાની સ્વીફ્ટ ડિઝાયર કારમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો લઇને બરવાળા થી બોટાદ તરફ આવતા હોય તેને સેંથળી ગામે ઝડપી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૩૨ કિંમત રૂ.૨૬,૩૪૦ તથા સ્વિફ્ટ ડિઝાયર કાર કિંમત રૂ. ૨,૫૦,૦૦૦ તથા એક મોબાઇલ કિંમત રૂ.૧,૦૦૦ તથા રોકડ રૂ.૭૮૦ કુલ ૨,૭૮,૧૨૦ ના મુદૃામાલ સાથે ઝડપી પાડી આરોપીની વિરૂધ્ધમાં બોટાદ પોલીસ સ્ટેશન  ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *