Skip to content
બાવળા : ધંધુકા પોલીસે સ્ટેશન થી મળતી વિગતો અનુસાર ધંધુકા ખાતે કુંભારવાડામાં ખુલ્લી જગ્યામાં બાતમીના આધારે ધંધુકા પોલીસે કુંભારવાડામાં રહેતા વિનોદભાઇ નાથાભાઈ સરવૈયાના ઘર સામે ખુલ્લી જગ્યામાં કુંડાળું વળી પૈસા પાનાથી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. હિતેશભાઈ દલસુખભાઇ મકવાણા, દિનેશભાઇ નટવરભાઈ મોદી, વિનોદભાઇ નાથાભાઈ સરવૈયા, સલીમભાઈ મહમ્મદભાઈ પોપટિયા, જીગ્નેશભાઈ કિશોરભાઇ હિરાણી ધંધુકાનાઓને પકડી રોકડા 3,060 સાથે ઝડપી પાડી તેમના વિરોધમાં જુગારધારા કલમ અનુસાર ફરિયાદ દાખલ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી.