IPL 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ ઉપર મોબાઈલ ફોનથી સટ્ટો રમતા શખ્સને પકડી પાડતી ભરૂચ પેરોલ સ્કોડ

ભરૂચ જીલ્લામાં હાલમા રમાઇ રહેલ IPL- 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર સટ્ટો રમતા શખ્સોને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું. જે અનુસંધાને આવા શખ્સોને શોધી કાઢવા સુચના આપતા પેરોલ સ્કોડને મળેલ બાતમી આધારે અસરફ યુસુફભાઇ કમાણી રહે. ઇ/૧, બદર પાર્ક, શેરપુરા રોડ, ભરૂચનાનો પોતાની કસક ગરનાળા નજીક આવેલ અપના ફુટવેરની દુકાનમાં મોબાઇલ ફોનથી દિલ્હી V/s બેંગ્લોરની મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતા પકડી પાડી કાયદેસરની તપાસ કરી હતી. પોલીસે સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૧ કિંમત રૂ.૫,૦૦૦ તથા લાવા કંપનીનો સાદો મોબાઇલ નંગ-૧ કિંમત રૂ.૫૦૦ તથા સેમસંગ કંપનીનું જુના મોડલનું ટીવી નંગ-૧ કિંમત રૂ.૩,૦૦૦ તથા GTPL કંપનીનું સેટઅપ બોકસ નંગ-૧ કિંમત રૂ.૧,૫૦૦ રોકડા રૂ.૬૭૦ મળી કુલ રૂ.૧૦,૬૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી એલ.સી.બી.ના પો.સ.ઇ. કૃણાલ પટેલ ભરૂચે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *