અંક્લેશ્વર વાલીયા રસ્તા ઉપરથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો પકડી પાડતી ભરૂચ LCB

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ અસરકારક પગલા લેવા સુચના મળેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી આધારે અંક્લેશ્વર વાલીયા રસ્તા ઉપરથી એક ટેમ્પો નંબર જીજે 05 એવી 9029માં ભરેલ ફુલ ૨૦૦ બોરી ઘઉંના જથ્થા સાથે ટેમ્પો ડ્રાઇવર અશોકભાઇ હીરાભાઇ વસાવા રહે-દુમાલાને રોકી લઇ ટેમ્પામા ભરેલ ઘઉંના જથ્થાના બિલ તથા આધાર પુરાવાની માંગણી કરતા રજુ કરેલ નહી. જેથી પોલીસને મળી આવેલ ઘઉંનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. પોલીસ ટીમે ૨૦૦ બોરી ઘઉંની કુલ કિંમત રૂ.૨,૦૦,૦૦૦તથા ટેમ્પો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ.૫,૦૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *