જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીની સુચનાથી રેન્જમાં દારૂ-જુગારના બુટલેગરો ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળતા આર.આર.સેલના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. કે.એમ.મોરી તથા સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે ઉના તાલુકાના સનખડા ગામમાં અમુક માણસો દેશી પીવાના દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે. જેથી સનખડા ગામે દરોડો કરતા દેશી દારૂ લી. ર૦ તથા દારૂ બનાવવાના સાધનો તથા આથો, રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૦૦૦ ના મુદ્દામલ સાથે રાકેશ લખમણ મકવાણા રહે.સનખડા વાળો પકડાઈ ગયેલ છે. તથા સનખડા ગામની સીમમાં દરોડો કરતા દેશી દારૂ બનાવવાનો આથો લી.૩૬૦ કિંમત રૂ.૧,૦૮૦ સાથે હાજર નહી મળી આવેલ શખ્સ યોગેશ કરણા રાઠોડ, બાલુ કરણા રાઠોડ (રહે. બંને સનખડા) વાળા વિરૂદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલ છે.