પાટણવાવના ભોળા ગામે બે પિસ્તોલ અને કાર્ટીસ સાથે એક ઈસમની અટકાયત

એલસીબી રેડ પાડી નાગરાજ ફાર્મમાંથી કાર અને હથિયાર સાથે રૂ.૩.૩૧ લાખનો મુદામાલ જપ્ત : રેતીની લીઝ રાખવા અંગે ચાલતી અદાલત અને જમીનના પ્રશ્ર્ને ચાલતી માથાકુટથી હથિયાર રાખ્યાની કેફીયત રાજકોટ જીલ્લા પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ભોળા ગામમાંથી એક ઈસમને ઓટોમેટીક પિસ્તોલ નં ર અને કારતૂસ સાથે પકડી લીધો હતો. આ ઈસમને અગાઉની રેતીની લીઝ રાખવા તેમજ કુટુંબમાં ઝઘડો ચાલતો હોવાથી ગેરકાયદેસર હથિયાર રાખ્યા હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ રૂરલ એલસીબી બાતમી મળતા સ્ટાફે પાટણવાવ પાસે ભોળા ગામે સરકારી નર્સરી પાછળ નાગરાજ ફાર્મ હાઉસમાં ત્રાટકી હતી. લખુભા બધાભાઇ કટારાને ઓટોમેટીક અને દેશી બનાવટની બે પિસ્તોલ, બંને પિસ્તોલના કાર્તૂસ મોબાઇલ અને સ્કોર્પીયો મળી રૂ.૩.૩૧ લાખના મુદામાલ સાથે પકડી ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. જયારે પોલીસ તપાસમાં હથિયાર સાથે પકડાયેલા લખુભાઇને અગાઉ રેતીની લીઝ રાખવા અંગે અવાર નવાર ઝઘડા થતાં હોય તેમજ પોતાના કૌટુંબિક ભાઇઓ સાથે જમીન-મકાનનું મનદુ:ખ ચાલતું હોવાથી આ ઉપરાંત શેઢા તકરાર ચાલતી હોવાથી તેમણે આ બે પિસ્તોલ અને કારતૂસ રાખ્યા હતા. જયારે આ ઈસમ વિરુઘ્ધ પાટણલાલ અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *