સુરેન્દ્રનગર: મીના બજાર નજીક રસ્તા પર ક્રિકેટનો સટ્ટો રમાડતો ઈસમ પકડાયો

સુરેન્દ્રનગર મીનાબજાર નજીક આવેલા પાનના ગલ્લાની બાજુમાં એક ઈસમ જાહેરમાં મોબાઇલ ફોન વડે મેચ પર સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમીના આધરે એલસીબી પોલીસે  દરોડો પાડ્યો હતો. જેમાં રસ્તા પર આવેલા કમલ મંદિર 2 નજીક રહેતા વિશાલ મહેન્દ્રભાઇ બગડીયાને મોબાઇલ ફોનમાં સટ્ટો રમતા રંગે હાથ પકડી લીધા હતા. પોલીસે વિશાલ બગડીયા પાસેથી રોકડા રૂ.8,800 એક મોબાઇલ ફોન કિંમત રૂ.3 હજાર તથા સટ્ટો રમવાના સાહીત્ય સહીત કુલ રૂ.11,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની વધુ પુછપરછમાં મુંબઇ કાંદીવલી વેસ્ટમાં રહેતા વૈભવ અન્ના ઉર્ફે શેટ્ટી નામના ઈસમ પાસેથી રૂ.2 લાખની ક્રેડીટ મેળવી ઓનલાઇન આઇ ડી પાસવર્ડ મેળવી સટ્ટો રમાડતો હોવાની કબુલાત કરતા પોલીસે બંને ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *