રાપરના લોદ્રાણીમાં એમ.કે.સી-કે.ડી કંપનીની બેફામ ખનીજ તસ્કરી

ગાંધીધામ એકતરફ કેન્દ્ર અને ગુજરાત સરકાર ચરમબંધીઓને ડામવાને માટે નવા નવા કાયદાઓ ઘડી રહી છે ત્યારે બીજી તફરઆ જ સરકારી યોજનાઓની આડમાં વનવિભાગના અભ્યારણ જેવા રક્ષિત વિસ્તારોમાં પણ દાદાગીરી પૂર્વક કેટલીક કંપનીઓ બેફામ તસ્કરીઓ કરી અને સરકારની તિજોરીને સીધો ફટકો પાડી રાય છે. દરમ્યાન જ પ્રાપ્ત થતી વિગતો મુજબ વન્યપ્રાણી અભ્યારણમાંથી મોરમ તથા પથ્થરની ધૂમ તસ્કરી કરવામાં આવતી હોવાની નોંધ વેરસરા રાપરના મહેન્દ્રસિંહ બી સોઢા દ્વારા વનસરંક્ષણ કચ્છને કરવામાં આવી છે. લેખિતમાં તેઓએ કરેલી નોંધમાં જણાવ્યા મુજબ રાપર તાલુકાનાં લોદ્રાણી ગામે એમકેસી કંપની દ્વારા અભ્યારણમાંથી છેલ્લા છ થી સાત મહિનાથી બેફામ તસ્કરીઓ કરવામાં આવી રહી છે. આ બાબતે અનેકવખત રજૂઆત કરવા છતા લેખિત તથા મૌખિક બાબતોને નજરઅંદાજ જ કરવામાં આવતી હોય તેવી રીતે મોરમની તસ્કરી વિના રોકટોક ધમધમી જ રહી છે. નોંધએ જણાવ્યા અનુસાર ૧૫૦૦૦થી વધારે ગાડીઓ પથ્થરની તથા ૨૫થી ૩૦ હજારની ગાડીઓ મોરમ અભ્યારણમાંથી ઉપાડવામાં આવી ચૂકી છે.આજની તારીખે પણ જેસીબી તથા ગાડીઓ અભ્યારણમાંથી ખુલ્લેઆમ તસ્કરી કરી રહી હોવાનું જણાવાયુ છે. આ ઉપરાંત અરજદારે એવી પણ ચિંતા દર્શાવી છે કે,રણપ્રદેશ વન્ય અભ્યારણમાં ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપરપિલર નંબર ૧૦૨૧થી બધુ જરસ્તામાં રણની માટી ટ્રેકટરો દ્વારા ખોદાઈ કરીને રસ્તામાં ઉપયોગમાં કરવામાં આવી રહી છે.જે પણ એક ગંભીર તપાસનો વિષય બની રહ્યો છે.આ ઉપરાંત અભ્યારણ્ય વિસ્તારમાં પણ પથ્થરો અને માટીનું સંગ્રહ-સ્ટોક કરીને ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. વનવિભાગને અરજદાર દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા મોરમ-પથ્થરના ધંધાને અટકાવવામાં નહિ આવે તો આધાર-પુરાવાઓ સાથે નામદાર અદાલતનો માર્ગ નાછૂટકે આપનાવવો પડશે. તો વળી આ બાબતે જે કંપનીની સામે ગેરકાયદે ખનન ઉપાડવાની બૂમરાડ ઉઠવા પામી છે તેવી એમકેસીના ડાયરેક્ટર કિરણભાઈ સોરઠિયાને ટેલિફોનિક વાતચીતમા પૂછતા તેમણે જણાવ્યૂ હતું કે,આક્ષેપો પાયાવિહોણા છે.અમે અભ્યારણ્યમાં કયાય મોરમ ઉપાડતાં જ નથી. સરકારની સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ મંજૂર થયેલા જળશયોના કામો જ કરી રહયા છે. અને તે અતર્ગત જ તળાવમાંથી.માટી ઉપાડી રહ્યા છીએ. તો વળી બીજીતરફ પૂર્વ કચ્છ વનવિભાગના અધિકારી શ્રી વિહોલને પૂછાતા તેઓએ કહ્યું હતું કે,આવી કોઈ જ નોંધ અમારા ધ્યાને આવેલ નથી છતાં પણ જે-તે વિસ્તારમાં ચોક્કસથી તપાસ કરાવીશું અને કઈ પણ બિનધોરણસરનું જણાશે તો પગલાં લઈશું તેવી ખાત્રી ઉચ્ચારી હતી.                                                                                                

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *