શાપર-વેરાવળના પડવલાના કારખાનામાંથી તસ્કરો ૨.૮૪ લાખનો કોપર વાયર તસ્કરી ગયા

શાપર-વેરાવળના પડવલાના ગામની સીમમાં આવેલ કારખાનામાંથી તસ્કરો ૨.૮૪ લાખનો કોપર વાયર સહિતનો માલ તસ્કરી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર શાપર-વેરાવળના પડવલાની સીમમાં આવેલ એન્ટીક પમ્પ પ્રા.લી. નામના કારખાનામાં તસ્કરોએ પ્રવેશી સ્ટોર રૂમમાંથી કોપર વાયર ૬૦૦ કિલો કિંમત ૨.૭૬ લાખ તથા કેરેટ ૨૦૦ નંગ કિંમત ૮,૦૦૦ મળી કુલ ૨.૮૪ લાખનો માલ તસ્કરી કરી ગયા હતા. આ બાબતે કારખાનેદાર ભાવેશભાઈ મણવરે ફરીયાદ લખાવતા શાપર-વેરાવળના પીએસઆઈ એ.એ. ખોખરે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *