નખત્રાણા પો.સ્ટે.ના ચીટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પશ્ચિમ કચ્છ ભુજ

બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ. કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજાનાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
નખત્રાણા પો.સ્ટે. એ ગુ.ર.નં.૭૮૮/૨૪ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૬(ર), ૩૧૮(૪) મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી રમજાન ઉર્ફે નાનાડો ઇસ્માઇલ બલોચ, ઉ.વ. ૩૯, રહે. જી.આઇ.ડી.સી. રોડ, સંજયનગરી પાછળ, કામરુદેશ, ભુજ-કચ્છવાળો હાલમા પોતાના ઘરની બહાર રસ્તા પર હાજર છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને હસ્તગત કરી ઉપરોકત ગુના કામે ખાત્રી કરતા નાસતો ફરતો હોઇ મજકુરને ઉપરોક્ત ગુના કામે બી.એન.એસ.એસ. કલમ ૩૫ (૧) (જે) મુજબ અટક કરી ભુજ બી ડીવીઝન પો.સ્ટે. સોંપી આગળની કાર્યવાહી માટે નખત્રાણા પો.સ્ટે. જાણ કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.બી.વાઘેલા સાથે એ.એસ.આઇ. રુદ્રસિંહ જાડેજા તથા હરીલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા પો.કૉન્સ. બલવંતસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ઝાલા તથા સ્ટેશ્યીયલ ઇન્વેસ્ટીગેશન ટીમના પો.સબ ઇન્સ. એચ.એમ.ગોહિલ તથા પ્રો. પો. સબ ઇન્સ કે.એચ.આહિરનાઓ જોડાયેલ હતા.