રાત્રી દરમ્યાન હાઇવે રોડ/પાર્કીંગ પ્લોટોમાં પાર્ક કરેલ ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગને પકડી પાડતી પૂર્વ-કચ્છ, ગાંધીધામ પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા મહે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જે અંતર્ગત એલ.સી.બી. ટીમના માણસો સામખીયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “વાગડ વિસ્તારમાં ડીઝલ ચોરી કરતી ગેંગના માણસો ચોરી કરેલ ડીઝલની લેતી-દેતી સારૂ આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણા રહે-શાહુનગર, સે-૫, આધોઇ વાળાના ઘર પાસે ભેગા થયેલ છે” વિગેરે મુજબની મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા ઉપરોક્ત નામ વાળા ઇસમના ઘર પાસે આવેલ વાડા પાસે પાંચેક માણસો જોવામાં આવેલ. અને વાડામાં તપાસ કરતાં બાવળની વાડ પાસે ડીઝલના ભરેલ કેરબા/બેરલ મળી આવતાં જે અંગે હાજર ઇસમોની પુછપરછ કરી તેઓ પાસે ડીઝલ બાબતે કોઇ આધાર પુરાવા રજુ કરવા જણાવતાં તેઓ પાસે કોઇ આધાર-પુરાવા ન હોય, જેથી આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાઇ આવતા આ બાબતે જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ખરાઇ કરાવતાં સામખીયારી, ભચાઉ, લાકડીયા તેમજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડીઝલ ચોરી અંગે ગુન્હા નોંધાયેલ હોય જેથી આરોપીઓએ પોતાના નાણાંકીય ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે સંગઠીત થઇ વારંવાર ડીઝલ ચોરીના ગુન્હાઓ આચરેલ હોય તેઓ વિરૂધ્ધ B.N.S. કલમ-૧૧૧ મુજબ સંગઠીત ગુના (Organised Crime ) ની ભારે કલમનો ઉમેરો કરાવી કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ-

(૧) આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણા રહે.આધોઇ (ચોરી કરેલ ડીઝલનો જથ્થો રાખનાર)

(૨) અસલમ ઉર્ફે અનવર કમાલભાઇ સમા રહે.માધાપર તા.ભુજ

(૩) રજાક અલીમામદ સમા રહે.નાના દિનારા તા.ભુજ

(૪) ભીલાલ ઓસમાણ સમા રહે.મોટા બાંધા તા.ભુજ

(૫) અજીજ સિધિક સમા રહે.નાના દિનારા તા.ભુજ

10:52 am

24

પકડવાના બાકી આરોપી-

(૧) મજીદ તૈયબ સમા રહે-નાના દિનારા તા-ભુજ

(૨) ભખર રમજાન સમ રહે-નાના દિનારા તા-ભુજ

શોધાયેલ ગુનાઓની વિગત;-

(૧) સામખિયાળી પો.સ્ટે.ગુ.ર.ન.૦૪૦૦/૨૦૨૪ ગુનો BNS કલમ-૩૦૩ મુજબ

(૨) ભચાઉ પો.સ્ટે.ગુ.ર.ન.૦૮૭૫/૨૦૨૪ ગુનો BNS કલમ-૩૦૩(૨),૫૪ મુજબ

(૩) રાપર પો.સ્ટે.ગુ.ર.ન.૦૪૩૨/૨૦૨૪ ગુનો BNS કલમ-૩૦૩(૨) મુજબ

(૪) લાકડીયા પો.સ્ટે.ગુ.ર.ન.૦૨૪૦/૨૦૨૪ ગુનો BNS કલમ-૩૦૩(૨) મુજબ

કબજે કરેલ મુદ્દામાલની વિગત:-

ડીઝલ લીટર ૬૯૦ કિ.રૂ.૬૨,૧૦૦/-

મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૭૦,૦૦૦/-

. ડીઝલ કાઢવાની લાઇન નંગ-૧ કિ.રૂ.૫૦/-

  • સ્વીફ્ટ કાર જેના રજી.નં-GJ-12-BR-7602 કિં.રૂ.3,00,000/-