પડાણાની સીમમાંથી ચોખાની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો : 57.13 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણાના સીમ વિસ્તારમાં આવેલા આકાશ એન્ટરપ્રાઈઝ નામના બંધ પડેલા બેન્સામાંથી  ટ્રેઈલરની અંદર ચોખાની બોરીઓની આડમાં સંતાડેલો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ગાંધીધામ ખાતે આવેલ પડાણાના સીમ વિસ્તારમાં આવેલા આકાશ એન્ટરપ્રાઈઝ નામના બંધ પહેલા બેન્સામાં ટ્રેઈલરની અંદર ચોખાની બોરીઓની આડમાં દારૂ સંતાડીને રાખવામાં આવેલ છે તેમજ તેને સગેવગે કરાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળા સ્થળ પરથી ટ્રેઈલરના ચાલક હરિયાણાના સુનિ સતવીર તથા મહિપાલ બલવીર નામના શખ્સોને દબોચી લેવામાં આવેલ હતા. વધુ તપાસ હાથ ધરતા વાહનમાં પ્લાસ્ટિકની આડમાં દારૂની પેટીઓ, નીચે તથા પાસે આવેલી ઓરડીમાંથી શરાબની પેટીઓ મળી આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે આ સ્થળ પરથી પોલીસે રોયલ ચેલેન્જ ક્લાસીક 75 એમ.એલ.ની 432, એલ કોશન્સ ગોલ્ડ કલેકશન વ્હીસ્કી 750 એમ.એલ.ની 600, બ્લેક બાય બકાર્ડી ક્લાસીસ 750 એમ.એલ.ની 348, સિગ્નેચર રેર એઝ પ્રિમિયમના 216 ટીન એમ કુલ્ રૂા. 12,93,144નો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. સૂત્રો જણાવી રહયા છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બંને ડ્રાઈવર પોલીસના હાથમાં આવી ગયા હતા. તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર ઈશમોને ઝડપી પાડવા પોલીસે આગળની વધુ તજવીજ હાથ ધરી છે. પકડાયેલા બંને ચાલકો પાસેથી દારૂ, મોબાઈલ, વાહન મળીને કુલ રૂા. 57,13,144નો મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.