મીઠીરોહર નજીકથી રૂા. 34,650ના ચોરાઉ તેલના જથ્થા  સાથે બે ઈશમો ઝડપાયા

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીકથી રૂા. 34,650ના ચોરાઉ તેલના જથ્થા  સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે મળેલ પૂર્વ બાતમીના આધારે  પોલીસે ગત રાત્રે મીઠીરોહર ગામના સીમ વિસ્તારમાં આવેલ રુચિ સોયા કંપની નજીક બાવળની ઝાડીમાં કાર્યવાહી હાથ ધરી હતી.જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન કંડલા બંદરેથી તેલ ભરીને બહાર જતા ટેન્કરના ચાલકોને પૈસાની લાલચ આપી તેમની પાસેથી તેલ મેળવી બે શખ્સ આ તેલનું બારોબાર વેચાણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાતમી વાળા સ્થળ પરથી પોલીસે બે શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલ ઈશમો પાસે રહેલ નંબરપ્લેટ વગરની અલ્ટો કારની તપાસ કરવામાં આવતા તેમાંથી 35 લિટરની ક્ષમતાવાળા 11 કેરબા નીકળી પડ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે    રૂા. 34,650નું 385 લિટર સોયાબીન તેલ હસ્તગત કરી આરોપી ઈશમોની અટક કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.