વડોદરા : આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા આરોપીઓ મેચના સટ્ટાનો હિસાબ તેમજ આજની મેચની ડિપોઝીટ જમા કરવા માટે ભેગા થયેલા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે પકડી પાડયા છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચમાં સટ્ટો રમાડવાના કિસ્સાઓ ઝડપાઇ રહ્યો છે. જેથી પોલીસ દ્વારા આ અંગે વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. આજવારોડ અલ્હાબાદ બેંક નજીકના ચાર રસ્તા નજીક આઈપીએલની મેચનો હિસાબ તથા આજની મેચની ડિપોઝીટ કરવા માટે જમાલ શેખ, ધવલ પટેલ અને અન્ય ભેગા થવાના છે.