કપડવંજના અંતિસર દરવાજા પાસે 6 શકુનિઓને પોલીસે રંગે હાથે પકડ્યા

કપડવંજમાં અંતિસર દરવાજા પાસે આવેલ તળાવના કિનારે રાત્રિના અરસામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હોવાની માહિતી કપડવંજ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત રાત્રિના અરસામાં દરોડો પાડતાં શખ્સોમાં નાસભાગ મચી હતી. જેમાં સંજયભાઈ મણીલાલ ઠાકોર સહિત અન્ય જુગારીઓ અંધારાનો લાભ લઈ ઝાડી-ઝાંખરીમાં થઈ નાસી ગયા હતાં. જો કે પોલીસે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ગીરીશભાઈ ગોપાલભાઈ રાઠોડ અને પરેશભાઈ રમણભાઈ ઠાકોરને ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસે અંગડજતીમાંથી રૂ.૨,૨૩૦ તેમજ દાવ પરથી રૂ.૨૬૦ મળી કુલ રૂ.૨,૪૯૦ મળી આવ્યાં છે. પોલીસે આ બંને શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જ્યારે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવતાં મહેમદાવાદ તાલુકાના ગડવા ગામની સીમમાં આવેલ એક ખુલ્લા ખેતરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતાં શખ્સોમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક જુગારીઓ નાસી ગયા હતાં. જો કે મનુભાઈ મોહનભાઈ ચૌહાણ, રવિન્દ્રભાઈ પ્રહલાદભાઈ ઈન્ડાલે, ડેનીસ સાઈમન ડાભી, કાન્તીભાઈ ધુળાભાઈ રાણા નામના ચાર શખ્સો રૂ.૪,૯૨૦ ની રોકડ સાથે પકડાઈ ગયાં હતાં. પોલીસે ચારેય શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *